મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પાટણ જિલ્લામાં 110 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે. સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ચામુંડા માતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત પાટણ જિલ્લામાં નવ નિયુક્ત વિદ્યાસહાયકોને નિમણૂંકના પ્રતિકાત્મક હુકમો એનાયત કરવામાં આવશે.મુખ્યમંત્રી માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ અને શહેરી વિકાસ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનાં પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.
Site Admin | જુલાઇ 18, 2025 9:29 એ એમ (AM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પાટણ જિલ્લામાં 110 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે