ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 6, 2025 7:36 પી એમ(PM) | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે.
શ્રી પટેલ આવતીકાલે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે.
તેઓ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પરત ફરશે.