મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની આઇટીઆઇમાં એક વર્ષનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા ઉપરોક્ત જાહેરાત કરી હતી.
શ્રી પટેલે જણાવ્યું કે, AI ક્રાંતિ હવે વૈશ્વિક ચળવળ બની ગઈ છે અને ભારત વિશ્વમાં AI ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ઇન્ડિયા AI મિશનની પણ શરૂઆત કરી છે, ત્યારે ગુજરાત સરકારે પણ AI ટાસ્ક ફોર્સની શરૂઆત કરી છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 3:08 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની આઇટીઆઇમાં એક વર્ષનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે
