ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજવિતરણ કંપનીઓમાં નવી નિમણૂંક પામેલા 394 જુનિયર ઇજનેરોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજવિતરણ કંપનીઓમાં નવી નિમણૂંક પામેલા 394 જુનિયર ઇજનેરોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે યુવા ઇજનેરોની કાર્યકુશળતાથી ઊર્જા ક્ષેત્ર વધુ દીપી ઉઠશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા ઇજનેરોને સંબોધતા જણાવ્યું કે આવી ટીમની કાર્યકુશળ ઊર્જા અને જનસેવા પ્રતિબદ્ધતાથી જ ગુજરાત ઊર્જાવાન બન્યું છે. વધુમાં તેમણે વાવાઝોડા, વરસાદ, પૂર જેવી કપરી સ્થિતિમાં વીજ પુરવઠાની કામગીરી કરવા બદલ ઊર્જા ટીમને અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે PGVCLની નવનિર્મિત આટકોટ સબ-ડિવિઝન ઑફિસ, રાજકોટ ખાતે GETCOના વાજડી ટ્રેનિંગ સેન્ટર,SLDCના નવા રિન્યુએબલ એનર્જી મેનેજમેન્ટ બિલ્ડિંગ તેમજ GETCOના ૭ નવા સબ-સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી એ E-CGRF પોર્ટલ, GUVNLની “ઊર્જા સંવાદ” મેગેઝિન તેમજ બુકલેટનું પણ લોન્ચિંગ કર્યું હતું.