ડિસેમ્બર 30, 2025 3:03 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી જાહેર-ખાનગી ભાગીદારી – PPP મોડલ પર ગિફ્ટ સિટી ખાતે દેશના પ્રથમ ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન – AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-IAIROની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી જાહેર-ખાનગી ભાગીદારી – PPP મોડલ પર ગિફ્ટ સિટી ખાતે દેશના પ્રથમ ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન – AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-IAIROની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાષ્ટ્રીય સ્તરે -AI માળખાને ગતિ આપવાની પહેલ સમાન આ સંગઠન આગામી પહેલી જાન્યુઆરીથી કાર્યરત થશે. IAIROની મુખ્ય પ્રવૃત્તિઓમાં અદ્યતન AI સંશોધન અને વિકાસ , AI આધારિત ઉત્પાદનોના વિકાસ તથા શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચેના સહયોગનો સમાવેશ કરાયો છે.
આ પહેલ AI માટે કુશળ અને ભવિષ્યનું માનવ સંસાધન બળ તૈયાર કરવાની સાથે આ ક્ષેત્રમાં વિશ્વમાં ભારતના નેતૃત્વને પ્રસ્થાપિત કરશે અને ઉભરતી ટેકનોલોજી નવીનતા માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.