ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 13, 2025 8:17 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાને આજે ભૂપેન્દ્ર પટેલને ચાર વર્ષ પૂર્ણ થયા

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાને આજે ભૂપેન્દ્ર પટેલને ચાર વર્ષ પૂર્ણ થયા છે.. આ ચાર વર્ષ દરમિયાન તમામ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થયો છે જેમાં ગુજરાતની 32 હજાર 200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને આ યોજના થકી ગુજરાત સરકાર સાકાર કરી રહી છે. ડિસેમ્બર 2024માં શરૂ થયેલી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર બાળકોને આપવામાં આવે છે..નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹617.67 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.