ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2024 7:21 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ દિવસે એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભો અપાયા

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં પ્રથમ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃખંલામાં ૧૨ લાખથી વધુ લાભાર્થીઓને ૪ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય પહોંચાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડિસાથી આજે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે.