મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં નાગરિકોની રજૂઆત અને ફરિયાદોનો ઑનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. સત્તાવાર યાદી મુજબ, નાગરિકો અને અરજદારો કાર્યક્રમ માટેની રજૂઆત આજે સવારે આઠ-થી 11 વાગ્યા સુધી ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં આવેલા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ આવીને કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત ઑનલાઈન કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે આજે યોજાઈ રહ્યો છે.
Site Admin | જૂન 30, 2025 8:01 એ એમ (AM)
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં રજૂઆતો અને ફરિયાદ નિવારણનો સ્વાગત કાર્યક્રમ યોજાશે