મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામ કરવા સૂચના આપી છે. તેમજ પડતર કામ પૂરા કરવાની પણ ખાતરી આપી. ભાવનગરમાં મહાનગરપાલિકાના 156 કરોડ રૂપિયાથી વધુના 23 જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા તેમણે આ વાત કહી. શ્રી પટેલે શહેરી વિકાસ વર્ષમાં વધુ સારી સેવાઓ, નાગરિકોને સાંકળી લે તેવા સુશાસન, જોડાણ, ટકાઉ શહેરી આયોજન જેવા વિષયને શહેરના વિકાસની વ્યૂહરચનામાં આવરી લેવા ભાવનગર મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા છે.
ત્યારબાદ શ્રી પટેલે જવાહર મેદાનમાં નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય શિબિરની મુલાકાત લેશે.. તેઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વ-વિદ્યાલયના પરિસરમાં આવેલા અટલ સભાગૃહમાં ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 16, 2026 7:11 પી એમ(PM)
મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં 156 કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.