ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)

printer

મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ. – AMC તથા ઔડાના 526 કરોડ રૂપિયાના પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઇકાલે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ એએમસી તથા ઔડાના 526 કરોડ રૂપિયાથી વધારેના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું
આ પ્રસંગે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારી બાબતે ગુજરાતે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનના પરિણામે આજે કાંકરિયા તળાવ અને કાંકરિયા કાર્નિવલ બેનમૂન અને બેજોડ બન્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ જેવા આયોજનોથી રિક્રીએશનલ ટ્રાન્સફોર્મેશન થયું છે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કિટનું વિતરણ કરાયું હતું.
કાંકરિયા કાર્નિવલના પ્રારંભે યોજવામાં આવેલી લોકલ ટુ ગ્લોબલ થીમ આધારિત કાર્નિવલ પરેડ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે ડ્રોન શૉથી કાંકરિયાનું આકાશ ઝળહળી ઊઠ્યું હતું. લોકલ ટુ ગ્લોબલ, કૉમનવેલ્થ ગેમ, ઓલિમ્પિક, ક્લીન સિટી, અટલજી, શોપિંગ ફેસ્ટિવલ વગેરેની ડ્રોન રચનાઓએ લોકોમાં ઉત્સાહનો વધારો કર્યો હતો. આ ઉપરાંત દેશભક્તિના ગીતો સાથે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકોએ કીર્તિદાન ગઢવી દ્વારા પ્રસ્તુત કાર્યક્રમને મન ભરી માણ્યો હતો.