મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી પ્રસંગે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી છે.
વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિવાળા નેતૃત્વનો લાભ સમગ્ર દેશની સાથે ગુજરાતને પણ મળી રહી છે. ગુજરાત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેની સાથે સાથે સુરતે સ્વચ્છતામાં સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. શ્રી પટેલે હિમાયત કરી કે, સુરતના નાગરિકો સ્વચ્છતાને સ્વભાવ બનાવે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરીવિકાસ સત્તામંડળના 249 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને 109 કરોડના કામોનું ખાતમૂર્હત કર્યું હતું. આ ઉપરાંત અર્બન રિંગ કોર્પોરેશન દ્વારા તૈયાર થનારા 242 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હૂત કર્યું હતું.
નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, વર્ષ 2025-26માં શહેરીવિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે 30 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વોટ્સએપ ચેટબોટની ઓનલાઈન પેમેન્ટ બેંકની શરૂઆત કરાવી હતી.
Site Admin | ડિસેમ્બર 13, 2025 7:30 પી એમ(PM)
મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી પ્રસંગે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી.