મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વેપારી સંગઠન, ઉદ્યોગકાર અને ઉદ્યોગ સંગઠન સાથે ઑનલાઈન માધ્યમથી સંવાદ કર્યો. વસ્તુ અને સેવા કર – GST બચત ઉત્સવ અને સ્વદેશીનો વ્યાપ વધારવા હેતુથી યોજાયેલા સંવાદમાં સુરતથી વેપાર અને ઉદ્યોગ મહામંડળના હોદ્દેદારો પણ જોડાયા હતા. શ્રી પટેલે GST ઘટાડાનો લાભ સામાન્ય નાગરિકને મળે અને નાગરિકો બચત ઉત્સવનો લાભ લઈ શકે તેવું આહ્વાન કર્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં લોકો રોજિંદા જીવનમાં વધુ સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરે અને વિદેશી ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટાડે એવું વાતાવરણ બનાવવા રાજ્યના ઉદ્યોગ સંગઠનોને અનુરોધ કર્યો.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 7:54 પી એમ(PM)
મુખ્યમંત્રીએ રાજ્યના લોકો વિદેશી વસ્તુઓ પર નિર્ભરતા ઘટાડે તેવું વાતાવરણ બનાવવા ઉદ્યોગ સંગઠનોને અનુરોધ કર્યો