મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરથી કરી. પંચદેવ મંદિરમાં ભગવાનને પૂજા અર્ચના અને આરતી કરી. મુખ્યમંત્રીએ રાજભવનમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
(બાઇટ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ)
મુખ્યમંત્રીએ નૂતનવર્ષના પ્રારંભે અમદાવાદના ભદ્રકાળી માતાજીનાં દર્શન-પૂજન કરી, રાજ્યના નાગરિકોનાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
આ અવસરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, સહીત સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોની મળીને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી પટેલે નવાવર્ષ નિમિત્તે ત્રિમંદિર ખાતે દર્શન પૂજન કર્યા હતા. અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
Site Admin | ઓક્ટોબર 22, 2025 3:40 પી એમ(PM)
મુખ્યમંત્રીએ રાજભવનમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.