ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 6, 2025 7:48 પી એમ(PM)

printer

મુખ્યમંત્રીએ રાજકોટમાં કુલ 557 કરોડથી વધુ રૂપિયાનાં વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ ખાતે શહેર-જિલ્લાના 557 કરોડ રૂપિયાથી વધુનાં વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજકોટને આજે 112 કરોડ રૂપિ.યાની વધારાની રોડ કનેક્ટિવિટીનો લાભ મળી રહ્યો છે જેના કારણે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વિકાસને વધુ વેગ મળશે.
તેમણે જણાવ્યું કે, રાજકોટ ગુજરાતમાં MSME, મશીનરી, અને સોના ચાંદી ઇમિટેશન સહિતનાં વેપારનાં મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

અમારા પ્રતિનીધી જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા ૩૪૩ કરોડ ૩૯ લાખનાં ૧૩ વિકાસ કામોનું લોકાર્પણ તથા ૨૧૩ કરોડ ૭૯ લાખનાં ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કર્યા.
મુખ્યમંત્રીએ નવા સાત સબ સ્ટેશનોનું અને ત્રણ સુધારણા જૂથ યોજનાઓનું લોકાર્પણ કર્યું. તેમણે જસદણ ખાતે આશરે સાત એકરમાં ૮.૪૦ કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનું રમતગમત સંકુલ નું લોકાર્પણ તથા માર્ગ મકાન વિભાગ હસ્તકના ૧૧૨ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર પાંચ રોડ અને બે પુલનું ખાતમુહૂર્ત તથા એક રોડનું લોકાર્પણ કર્યું..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ