ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 15, 2025 7:12 પી એમ(PM)

printer

મુખ્યમંત્રીએ નવા આયામો સિદ્ધ કરવા એજન્ડા ફોર-2035 અને ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જાહેરાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 79મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મહત્વની યોજનાઓની જાહેરાત કરતા શ્રી પટેલે જણાવ્યું, નવા આયામો સિદ્ધ કરવા સરકાર ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે એજન્ડા ફોર-2035 લાવશે. આ ઉપરાંત જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરી શહેરની જેમ વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા 100 કરોડ રૂપિયાની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ જાહેર કરાઇ છે.
મુખ્યમંત્રીએ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ માટે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા, ઉપયોગ કરવા અનુરોધ કર્યો.
આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના જવાનોએ અશ્વ શો, ડોગ શો, બાઈક શોના દિલધડક કરતબો રજૂ કર્યા.