જુલાઇ 16, 2025 10:27 એ એમ (AM)

printer

મુખ્યમંત્રીએ ધરોઈ બંધ વિસ્તારમાં વૈશ્વિક કક્ષાની પરિયોજનાના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ધરોઈ બંધ વિસ્તારની મુલાકાત લીધી. દરમિયાન તેમણે વિસ્તારમાં હાથ ધરાયેલા વિશ્વ કક્ષાના ટકાઉ પ્રવાસન અને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકેની બહુવિધ પ્રવાસન પરિયોજનાના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ કર્યું. આ વિકાસ પરિયોજના અંદાજે એક હજાર 100 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરાઈ રહ્યો છે. તેના થકી સ્થાનિક રોજગારની નવી તકનું સર્જન થશે.શ્રી પટેલે રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે બંધ સુરક્ષાની ઉચ્ચસ્તરની બેઠક પણ યોજી. રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર બંધની સુરક્ષા અંગેની સમીક્ષા દરમિયાન જણાયું કે, બંધના ઉપરના પ્રવાહના વિસ્તારમાંથી મળતી જળ-સ્તર અને વરસાદની માહિતી અંગે સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન રખાય છે. હાલમાં આ બંધમાં ચાર હજાર 889 મિલિયન ઘન મીટર પાણી છે.