મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વન બહારના વિસ્તારમાં 1143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારવા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે ’76મા વન મહોત્સવ’ની ઉજવણી દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યના 24મા સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ કે, આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય જળપ્લાવિત સત્તામંડળની વેબસાઇટનો પણ શુભારંભ કરાયો. આ ઉપરાંત ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના ચેક લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા.