મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના પ્રવાસ દરમિયાન આજે સફેદ રણમાં ધોરડો ખાતે રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો. દરમિયાન તેમણે દેશ-વિદેશથી રણોત્સવથી આવેલા પર્યટકો સાથે સંવાદ કર્યો. પર્યટકોએ પણ રણોત્સવ માટેની વ્યવસ્થાની પ્રશંસા કરી. આ પહેલા મુખ્યમંત્રીએ ઊંટગાડીમાં બેસીને સફેદ રણનો નજારો માણ્યો હતો.
શ્રી પટેલે સરદાર સ્મૃતિવન નિર્માણ ખાતે વૃક્ષારોપણ કર્યું. તેમજ થીમ પેવેલિયનનું ઉદ્ધાટન કરી કળા અને ખાદ્ય સામગ્રી માટેની હાટડીઓની મુલાકાત લીધી. તેમણે સખી ક્રાફ્ટ બજારને પણ ખુલ્લુ મૂક્યું.
ઉલ્લેખનીય છે કે, ગત 23 નવેમ્બરથી ખૂલ્લો મૂકાયેલા આ રણોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીએ રણોત્સવની મુલાકાત લીધી હતી.
Site Admin | ડિસેમ્બર 4, 2025 7:35 પી એમ(PM)
મુખ્યમંત્રીએ કચ્છમાં રણોત્સવની મુલાકાત લીધી – પર્યટકો સાથે સંવાદ કર્યો.