માર્ચ 4, 2025 2:22 પી એમ(PM)

printer

મુંબઈ વડી અદાલતે આજે લિસ્ટિંગ છેતરપિંડીના કેસમાં મૂડીબજારના નિયમનકાર-સેબીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પૂરી બૂચ અને અન્યને રાહત આપી

મુંબઈ વડી અદાલતે આજે લિસ્ટિંગ છેતરપિંડીના કેસમાં મૂડીબજારના નિયમનકાર-સેબીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પૂરી બૂચ અને અન્યને રાહત આપી છે. મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો -ACB ને માધવી પુરી બુચ અને અન્ય સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ -BSEના અધિકારીઓ સામે FIR દાખલ કરવા સામે મનાઇ હુકમ આપ્યો છે.
અગાઉ આ તમામ સામે ખાસ PMLA અદાલતે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. શ્રીમતી બુચ અને અન્ય બે લોકોએ આ આદેશને પડકારતી અદાલતમાં અરજી કર્યા બાદ સિંગલ જજ જસ્ટિસ એસ.જી. દિઘેએ તેમને રાહત આપી હતી. અદાલત 1994માં BSE પર એક કંપનીના લિસ્ટિંગમાં કથિત અનિયમિતતાઓ અંગે શ્રીમતી બુચ અને અન્ય પાંચ લોકો સામે FIR નોંધવા ACBને આપેલા ખાસ અદાલતના નિર્દેશ સામેની અરજી પર સુનાવણી કરી રહી હતી.