મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી બાદ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઇ પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપ્યા બાદ પોલીસે ધાર્મિક સ્થળો સહિત ભીડભાડ અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીએ મુંબઈ પોલીસને માહિતી આપી છે કે, દેશની આર્થિક રાજધાની ફરી એકવાર આતંકવાદીઓના નિશાના પર છે. આગામી નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને પ્રખ્યાત મંદિરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ સ્થળોએ વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા સંબંધિત નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 8:01 પી એમ(PM)
મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી બાદ હાઈ એલર્ટ જાહેર કરાયું છે
