નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર મોટી પ્રગતિ નોંધાવી છે. 508 કિલોમીટરમાંથી 330 કિલોમીટર વાયડક્ટ એટલે કે સ્ટીલ બ્રિજ અને 408 કિલોમીટર થાંભલાનું કામ પૂર્ણ થયું છે. નદી, PSC અને સ્ટીલ પુલ સહિતના મુખ્ય પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં 4 લાખ 70 હજારથી વધુ અવાજ અવરોધો સ્થાપિત કરાયા છે, અને 260 કિલોમીટરનો RC ટ્રેક બેડ તૈયાર છે. 85 કિલોમીટર સાથે લગભગ 3700 OHE સ્થંભ સ્થાપિત કરવામાં આવ્યા છે.
પાલઘરમાં 21 કિલોમીટરના BKC-શિલફાટા પટ પર સુરંગનું ખોદકામ ચાલી રહ્યું છે. સુરત અને અમદાવાદ ખાતે રોલિંગ સ્ટોક ડેપોનું નિર્માણ ચાલી રહ્યું છે, અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ટેશનનું કામ પણ સતત આગળ વધી રહ્યું છે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 7:07 પી એમ(PM)
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 330 કિલોમીટરના સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થયું