ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 12, 2024 3:26 પી એમ(PM)

printer

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે.
ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ
અદ્યતન તબક્કે છે. બુલેટ ટ્રેન કોરિડોર 508 કિલોમીટરની લાઇનદોરી સાથે 12 સ્ટેશનોને આવરી
લેશે. લાઇનદોરીની સાથે બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. 
અહીં ટિકિટિંગ અને પ્રતિક્ષા વિભાગ,બિઝનેસ ક્લાસ લાઉન્જ,
નર્સરી,આરામગૃહ,માહિતી કેન્દ્ર,રિટેલ કેન્દ્ર અને જનતા માટે માહિતી અને જાહેરાત વ્યવસ્થા
હશે. કેટલાક સ્ટેશનોને પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન કરીને પરિવહન કેન્દ્ર
તરીકે વિકસાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.