હવામાન વિભાગે મુંબઈ માટે આજે અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે થાણે, પાલઘર, સિંધુદુર્ગ, પૂણે અને સતારાના ઘાટ પર ગાજવીજ અને તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં એક સપ્તાહથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. કમોસમી વરસાદથી કૃષિ પેદાશોને ભારે નુકસાન થયું છે. કેરળમાં હવામાન વિભાગે કેટલાંક જિલ્લાઓમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.