ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 10:20 એ એમ (AM)

printer

મુંબઈની વેસ્ટર્ન લાઇનનો ઉપયોગ કરતા મુસાફરોને 27-28 ઑગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થતા 35-દિવસના ટ્રાફિક બ્લોક માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે

મુંબઈની વેસ્ટર્ન લાઇનનો ઉપયોગ કરતા મુસાફરોને 27-28 ઑગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થતા 35-દિવસના ટ્રાફિક બ્લોક માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગોરેગાંવ અને કાંદીવલિ વચ્ચે છઠ્ઠી લાઇન લંબાવવાનાં મોટા પ્રોજેક્ટનાં ભાગ રૂપે આ વિક્ષેપ સર્જાઈ રહ્યો છે. આને કારણે ટ્રેન સેવાઓ ખોરવાઇ જવાની સંભાવના છે.
આ 35 દિવસના સમયગાળામાં પાંચમા, 12મા., 16મા, 23મા અને 30મા દિવસે પાંચ મોટા 10 કલાકના બ્લોક્સ હશે, જે મોટા ભાગે શનિવાર-રવિવારે રાત્રે 10 કલાકે શરૂ થશે. આ દિવસોમાં આશરે 140 સબઅર્બન ટ્રેનો રદ થશે અને 50 સેવાઓ ટૂંકાવવામાં આવશે. 11થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવ તહેવારમાં કોઈ બ્લોક રહેશે નહીં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.