મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરીને મૃત્યુ પામનારના પરિવારજનોને મહેરની રૂએ બે લાખ રૂપિયા અને ઇજા પામેલાઓને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 18મી ડિસેમ્બરે નૌકાદળની એક હોડી એલિફન્ટા તરફ જઇ રહેલ ફેરી બોટ સાથે અથડાતાં 13 લોકોના મોત નિપજ્યાં હતા. 98 મુસાફરોને બચાવી લેવાયા હતા
Site Admin | ડિસેમ્બર 21, 2024 6:56 પી એમ(PM)
મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે.
