ડિસેમ્બર 5, 2025 10:38 એ એમ (AM)

printer

મુંબઇ ખાતે રમાયેલી ગુજરાત- મુંબઇ વચ્ચેની કૂચ બિહાર ટ્રોફીની મેચ ડ્રોમાં પરિણમી

બીસીસીઆઇ દ્વારા આયોજીત કૂચ બિહાર ટ્રોફી અંતર્ગત મુંબઈના કાંદિવલી સ્થિત સચિન તેંડુલકર જીમખાના ખાતે ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી ગુજરાતનાં જોરદાર દેખાવથી મુંબઇને બીજી ઇનિંગ 550 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ સમય પૂર્ણ થતાં મુંબઈએ 4 વિકેટ ગુમાવીને 281 રન કર્યા હતા જેના કારણે મેચ ડ્રો રહી હતી.મુંબઈ તેની પ્રથમ ઇનિંગમાં 73.1 ઓવરમાં 10 વિકેટે 207 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ગુજરાતે તેની બીજી ઇનિંગમાં 51 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 313 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. મુંબઈની ટીમને ગુજરાત 550 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં મુંબઈની ટીમ તેના બીજા દાવમાં 104 ઓવરમાં 4 વિકેટે 281 રન બનાવ્યા હતા, જેના કારણે મેચ ડ્રો રહી હતી.