મુંબઇના 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા દ્વારા ભારત પ્રત્યાર્પણ અટકાવવાની અરજીને US સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ સ્ટે માટે ઇમરજન્સી અરજી દાખલ કરી હતી. તેમણે પોતાની અરજીમાં દલીલ કરી કે, ભારતમાં તેમનું પ્રત્યાર્પણ અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કરશે. તેની દલીલ હતી કે, જો ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે, તો તેને ત્રાસ આપવાનું જોખમ રહેશે. તેણે અરજીમાં આરોગ્યને લગતી સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેની તમામ દલીલોને નકારીને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે તેની અરજીને ફગાવી દીધી હતી.
રાણાના પ્રત્યાર્પણને ગયા મહિને US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
Site Admin | માર્ચ 7, 2025 1:53 પી એમ(PM)
મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તવ્વુહર રાણાએ ભારતમાં પ્રત્યાર્પણથી બચવા કરેલી અરજીને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી
