ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુંબઇમાં મરાઠા અનામત અંગે મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળ અને શરદ પવાર વચ્ચે બેઠક

નેતા અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે સોમવારે NCP ના વડા શરદ પવાર સાથે મુંબઈમાં બેઠક કરી હતી. શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અંગે બોલતા, શ્રી ભુજબળે કહ્યું કે તેમણે મરાઠા અનામત અને તેના પર ઓબીસીના વિરોધ અંગે શ્રી પવારની દરમિયાનગીરીની માંગણી કરી હતી.
શ્રી ભુજબળે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં મંડલ કમિશનની ભલામણોના અમલ કરવાના તેમના નિર્ણયનીપણ યાદ અપાવી હતી જેમાં શિક્ષણમાં અને સ્થાનિક ગવર્નિંગ બોડીઓની ચૂંટણીમાં ઓબીસી અનામતની દરખાસ્ત કરવામાં આવી હતી.