શુક્રવારથી મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં સતત ભારે વરસાદ સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયુ છે. હવામાન વિભાગે શહેર અને ઉપનગરોમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગાહીને પગલે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈની તમામ સરકારી, ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
રાજ્યમાં કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે. જેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દરમિયાન ગુજરાતમાં પણ આગામી 48 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 2:10 પી એમ(PM)
મુંબઇમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું, ગુજરાતમાં પણ આજે રેડ એલર્ટ.
