ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 13, 2024 8:19 પી એમ(PM)

printer

મુંબઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહરાવ્યું કે, ત્રીજી ટર્મમાં એનડીએ સરકાર ત્રણ ગણી ગતિથી કામ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં 29 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે NDA સરકારનું મોડલ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વંચિત વર્ગના સશક્તિકરણને પ્રાથમિકતા આપે છે. તેમણે થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, જે થાણે અને બોરીવલી વચ્ચેના પ્રવાસનું અંતર 12 કિલોમીટર ઘટાડશે અને લગભગ એક કલાકનો મુસાફરીનો સમય બચાવશે.
શ્રી મોદીએ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જે ગોરેગાંવ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને મુંબઈમાં મુલુંડ ખાતે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચે વધારાનો કનેક્ટિવિટીનો વિકલ્પ પ્રદાન કરશે. આ લિંક રોડ પશ્ચિમી ઉપનગરો માટે નિર્માણાધીન નવી મુંબઈ અને પુણે મુંબઈ એક્સપ્રેસવેને સીધો જોડશે.
વધુમાં, શ્રી મોદીએ રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી યુવા કાર્ય શિક્ષણ યોજના’ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય દર વર્ષે 10 લાખ યુવાનો માટે પેઇડ ઇન્ટર્નશિપની તકો ઊભી કરવાનો છે.
તેમણે નવી મુંબઈમાં તુર્ભે ખાતે કલ્યાણ રેલ્વે યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનો પણ શિલાન્યાસ કર્યો હતો. કલ્યાણ યાર્ડનું રિમોડેલિંગ લાંબા-અંતર અને ઉપનગરીય ટ્રાફિકને અલગ કરવામાં મદદ કરશે, જ્યારે ગતિ શક્તિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ સ્થાનિક રહેવાસીઓને રોજગારીની વધારાની તકો પૂરી પાડશે અને સિમેન્ટ અને અન્ય ચીજવસ્તુઓના સંચાલન માટે વધારાના ટર્મિનલ તરીકે સેવા આપશે. એનડીએ સરકાર તેની ત્રીજી ટર્મમાં ત્રણ ગણી ગતિથી કામ કરશે એ વાતને પણ તેમણે અહીં દોહરાવી હતી.