મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડેમાં વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. સુશ્રી ચાનુએ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું, જેમાં 84 કિલોગ્રામ સ્નેચ અને 115 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે.ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુ આ મહિનાની 11મી તારીખે પૂર્ણ થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના 14 સભ્યોના દળનું નેતૃત્વ કરી રહી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સમાંની એક છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 9:41 એ એમ (AM)
મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો
