ટોક્યો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા ખેલાડી મીરાબાઈ ચાનુએ આજે અમદાવાદમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ ૧૯૩ કિલો વજન શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે.
વરિષ્ઠ મહિલા – 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ 3 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ સર્જ્યા છે.
આ ચેમ્પિયનશિપમાં દેશનાં ખેલાડીઓએ વિક્રમ સર્જક પ્રદર્શન કર્યું છે. સ્પર્ધાના પહેલે દિવસે – 44 કિલોગ્રામ કેટેગરીમાં પ્રીતિ સ્મિતા ભોઈએ 150 કિલોગ્રામ વજન ઉચંકીને 2 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ કર્યા છે.
જ્યારે છોકરાઓની-56 કિલોગ્રામ કેટેગરીમાં ધર્મજ્યોતિએ કુલ: 224 કિલોગ્રામ વજન ઉંચકીને-2 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ પ્રસ્થાપિત કર્યા છે.
૪૮ કિલોગ્રામ કેટેગરીની યુવા છોકરીઓની સ્પર્ધામાં પાયલે કુલ- ૧૬૬ કિલોગ્રામ વજન સાથે નવા રેકોર્ડ સર્જ્યો.
જ્યારે જુનિયર મહિલા-૪૮ કિલોગ્રામ કેટેગરીમાં સૌમ્યા દલવીએ કુલ- 177 કિલોગ્રામ વજન સાથે-2 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ બનાવ્યાં છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 7:13 પી એમ(PM)
મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં રાષ્ટ્રમંડળ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
