‘મિષ્ટી’ યોજના હેઠળ 19 હજાર 520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. સરકારની Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes’ એટ્લે કે મિષ્ટી’ યોજના હેઠળ રાજયમાં એક હજાર 175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાં માત્ર કચ્છ જિલ્લામાં જ 6 હજાર હેક્ટરમાં ચેરના વૃક્ષો છે. જ્યારે મેન્ગ્રુવ આવરણની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. તેમાં પણ કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ આવરણ સાથે રાજ્યમાં અગ્રેસર છે.
મેન્ગ્રોવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઉગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વૃક્ષો પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
Site Admin | જુલાઇ 25, 2025 7:16 પી એમ(PM)
‘મિષ્ટી’ યોજના હેઠળ ચેરના વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે