ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 7:06 પી એમ(PM) | મિઝોરમ

printer

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે. જિલ્લા પંચાયત હેઠળ આવતા લોંગટલાઈ અને સિયાહા જિલ્લાઓને બાદ કરતાં 9 જિલ્લાઓમાં 544 ગ્રામ પરિષદો અને 111 સ્થાનિક પરિષદોની ચૂંટણીઓ યોજાશે. ગ્રામ પરિષદની ચૂંટણી માટે કુલ 4 લાખ, 37 હજારથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે 2 લાખ, 85 હજારથી વધુ મતદારો સ્થાનિક પરિષદની ચૂંટણીમાં ભાગ લેશે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એચ.લલ્થલાંગલિયાનાએ જણાવ્યું કે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમણે કહ્યુંકે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતગણતરી તે જ દિવસે સાંજે 7 વાગ્યાથી હાથ ધરવામાં આવશે.