મે 31, 2025 7:46 પી એમ(PM)

printer

મિઝોરમમાં, ભૂસ્ખલનથી 5 લોકોના મોત થયા

મિઝોરમમાં, ભૂસ્ખલનથી 5 લોકોના મોત થયા છે. મિઝોરમમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું છે. ચંફાઈ જિલ્લામાં, આજે સવારે ભારત-મ્યાનમાર સરહદ નજીક વાફાઈ ગામમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, વાફાઈ ગ્રામ પરિષદના પ્રમુખ જોની રેંગખુમાએ જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક જ પરિવારના 2 મહિલાઓ અને એક પુરુષ સહિત 3 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે ભૂસ્ખલન વિસ્તારમાંથી મૃતદેહો મળી આવ્યા છે.
સેરછિપ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અનેક ઘરો ધરાશાયી થયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે સેરછિપ-આઈઝોલ વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 54 ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો છે.