ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2025 8:55 એ એમ (AM)

printer

મા અંબાના આરાધનના પર્વ એવા નવરાત્રીના પર્વનો આરંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો આરંભ કરાવશે

વિશ્વના સૌથી લાંબા ગરબા ઉત્સવ નવરાત્રીનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં વિવિધ રાસ ગરબા ઉજવણીમાં ભાગ લેશે.અમારા સંવાદદાતા જણાવે છે કે, રાજ્યના તમામ શહેરોમાં નવરાત્રિના ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવે છે. શારદીય નવરાત્રીના પહેલા દિવસે, રાજ્યના પ્રખ્યાત દેવી મંદિરો અંબાજી મંદિર, પાવાગઢમાં મહાકાલી મંદિર અને કચ્છમાં માતાના મઢ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.આજથી રાજ્યભરમાં રાસ ગરબા ઉજવણી સહિત ધાર્મિક કાર્યક્રમો કાર્યક્રમો શરૂ થઇ ગયા છે.. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા કરવામાં આવે છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાર્યાલય, સોસાયટી, દુકાન અને સામાજિક સંસ્થાઓ રંગબેરંગી રોશનીથી જગમગી રહ્યા છે. આજથી અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં પાર્ટી પ્લોટ ગરબાના આવજથી ગુંજાયમાન થશે. નવરાત્રીને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગરબાના સ્થળે મહિલા સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.શક્તિપીઠ અંબાજી મંદિરમાં આસો સુદ એકમ ના પ્રથમ નોરતે સવારે મંગલા આરતી તથા ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે. મંદિરના ચાચર ચોકમાં ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.કચ્છમાં આવેલ માતાના મઢ આશાપુરા મંદિરે ઘટ સ્થાપના સાથે આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે.