માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ પસંદગી પામી છે. જેનું દિર્ગદર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા યોજાતા ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. અર્ચન ત્રિવેદી , મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ, પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા , હાર્દિક શાસ્ત્રી , દધીચિ ઠાકર સહિતના કલાકારોએ અભિનય કર્યો છે.
Site Admin | નવેમ્બર 8, 2024 6:32 પી એમ(PM) | ફિલ્મ ફેસ્ટિવલ
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ પસંદગી પામી
