માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ અફવાઓને રદ કરી દીધી છે, જેમાં દાવો કરાયો છે કે, વિવિધ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓ સામે અદાલતનો આદેશ જાહેર કરાયો હતો. મંત્રાલયે કહ્યું, અયોગ્ય વેબસાઈટ સુધી પહોંચવા ગુપ્તચર સંસ્થા સામે અદાલતના આદેશ અંગે ઉપયોગકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે એક બનાવટી ઇ-મેલનો ઉપયોગ કરાયો હતો.
મંત્રાલયે વધુમાં જણાવ્યું, આ બનાવટી ઇ-મેલમાં ઉપયોગકર્તાઓને 24 કલાકમાં નોટિસનો જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. મંત્રાલયે સ્પષ્ટપણે આ તમામ દાવાને નકારી કાઢ્યા છે. તેમ જ લોકોને રાષ્ટ્રીય સાઇબર અપરાધ પૉર્ટલ cybercrime(dot)gov(in) પર આવા કોઈ પણ સાઈબર ગુનાની ફરિયાદ નોંધાવવાનો આગ્રહ કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 28, 2024 7:59 પી એમ(PM) | માહિતી અને પ્રસારણ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ અફવાઓને રદ કરી દીધી
