માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ એજન્સીઓ માટે 2014 માં જારી કરાયલી નીતિ માર્ગદર્શિકામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે.
પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં દેશમાં ટેલિવિઝન પ્રેક્ષકો માપન પ્રણાલીનું લોકશાહીકરણ અને આધુનિકીકરણ કરવા માટે મીડિયા હાઉસ માટે કેટલીક પ્રતિબંધિત જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હાલમાં, ટીવી રેટિંગ આપતી એકમાત્ર એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ – BARC છે.
પ્રસ્તાવિત સુધારાઓનો હેતુ ટીવી રેટિંગના ક્ષેત્રમાં બહુવિધ એજન્સીઓ દ્વારા સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો, નવી ટેકનોલોજી લાવવાનો અને ખાસ કરીને કનેક્ટેડ ટીવી પ્લેટફોર્મ માટે વધુ વિશ્વસનીય અને પ્રતિનિધિ ડેટાને મંજૂરી આપવાનો છે. મંત્રાલયે ડ્રાફ્ટ રજૂ થયાના 30 દિવસની અંદર હિસ્સેદારો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે.
Site Admin | જુલાઇ 4, 2025 11:53 એ એમ (AM)
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ એજન્સીઓ માટે નીતિ માર્ગદર્શિકામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે.