ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 26, 2025 7:37 પી એમ(PM)

printer

માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણમાં મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ અને વ્યક્તિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંત્રાલયે તેમને સંરક્ષણ કામગીરી અથવા હિલચાલ સંબંધિત સૂત્રો-આધારિત માહિતીના આધારે રિપોર્ટિંગ કરવાથી દૂર રહેવા જણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સંવેદનશીલ માહિતીનો અકાળ ખુલાસો અજાણતામાં પ્રતિકૂળ તત્વોને મદદ કરી શકે છે અને કાર્યકારી અસરકારકતા અને કર્મચારીઓની સલામતીને જોખમમાં મૂકી શકે છે.

મંત્રાલયે ભાર મૂક્યો કે ભૂતકાળની ઘટનાઓએ જવાબદાર રિપોર્ટિંગના મહત્વ પર ભારમૂક્યો છે. કેબલ ટેલિવિઝન નેટવર્ક સુધારા નિયમો જણાવે છે કે કેબલ સેવામાં કોઈ પણ કાર્યક્રમ પ્રસારિત થવો જોઈએ નહીં જેમાં સુરક્ષા દળો દ્વારા કોઈ પણ આતંકવાદ વિરોધી કામગીરીનું જીવંત પ્રસારણ હોય.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ