ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 7:27 પી એમ(PM)

printer

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં વેવ્ઝ બાઝાર, વાહ ઉત્સાદ ચેલેન્જ અને વેવ્સ પુરસ્કારોની જાહેરાત કરી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં વેવ્ઝ બાઝાર, વાહ ઉત્સાદ ચેલેન્જ અને વેવ્સ પુરસ્કારોની જાહેરાત કરી હતી. એક કાર્યક્રમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ભારતને તેનાં વારસા, ભવ્ય સંસ્કૃતિ અને કથાવાચન માટે વૈશ્વિક મંચ પર ઘણું  મહત્વ મળી રહ્યું છે. આ પ્રસંગેસંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે, ભારત કથાકારોનો દેશ છે અને આજે રજૂ કરવામાં આવેલી પહેલ ભારતનાંસોફ્ટ પાવરને વિશ્વ સમક્ષ રજૂ કરશે.માહિતીઅને પ્રસારણ મંત્રી સંજય જાજુએ જણાવ્યું કે, વેવ્ઝ બાઝાર પરિવર્તનકારી પહેલ છે, જે માધ્યમ સંબધિત સામગ્રીનાં ગ્રાહકો અને વિક્રેતાઓને એક મંચપર લાવશે. વાહ ઉસ્તાદ એ શાસ્ત્રીય અને અર્ધશાસ્રીય પ્રતિભાઓને શોધવાની અનોખી સ્પર્ધાછે. વેવ્ઝ પુરસ્કાર માટે 15 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.