ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 9:16 એ એમ (AM)

printer

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે  કે ભારતનો વિકાસ દર 6થી 8 ટકાની વચ્ચે રહેશે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે  કે ભારતનો વિકાસ દર 6થી 8 ટકાની વચ્ચે રહેશે. દાઓસમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મોટાભાગના
સેમિકન્ડક્ટર ઉદ્યોગના નેતાઓ માને છે કે ભારત આગામી વર્ષોમાં સેમિકન્ડક્ટર માટે ટોચના ત્રણ ઉત્પાદન કરતાં સ્થળોમાંનો એક હશે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે મંત્રીએ કહ્યું કે ઘણા નિષ્ણાતો સલાહ
આપે છે કે ભારતે AI ના ઉપયોગ માટે એક મુખ્ય કેન્દ્ર બનવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે નિષ્ણાતો માને છે કે ભારત IT સેવાઓમાં જેમ આગળ હતું, તેમ AI સેવાઓમાં પણ આગળ વધી શકે છે.

ભારતને રોકાણ માટે યોગ્ય સ્થળ ગણાવતા શ્રી વૈષ્ણવે કહ્યું કે આજે દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓએ દેશ પ્રત્યે વૈશ્વિક વિશ્વાસ વધાર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.