માર્ચ 11, 2025 7:04 પી એમ(PM) | કાર્યવાહી

printer

માહિતીનો અધિકાર- R.T.I. કાયદાનો દૂરૂપયોગ કરી નિર્દોષ લોકોને છેતરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે

માહિતીનો અધિકાર- R.T.I. કાયદાનો દૂરૂપયોગ કરી નિર્દોષ લોકોને છેતરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, “રાજ્યભરમાં આ કાયદાનો દૂરુપયોગ કરનારા લોકો સામે 67 ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જ R.T.I. કાયદાનો દૂરુપયોગ બિલકુલ ચલાવી નહીં લેવાય તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું.
શ્રી સંઘવીએ R.T.I.ના નામે લોકોને છેતરતા નિષ્ણાતો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરી હતી. સુરતની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, સુરત પોલીસે વધુ એક R.T.I. નિષ્ણાતને 50 હજાર રૂપિયાની રકમ સાથે રંગેહાથ પકડ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.