મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે. ખેડૂતો પર આવી પડેલી આ વિપદામાં રાજ્ય સરકાર પુરી સંવેદનાથી સાથે ઉભી હોવાનો વ્યથતિ ખેડૂતોને સધિયારો આપ્યો હતો.તેમણે ખેડૂતોને સાંત્વના આપ્યા બાદ જણાવ્યું કે, ખૂબજ ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર બેઠા કરવા આવશે. ગીર-સોમનાથ – જુનાગઢ જિલ્લાના ગામોમાં મુખ્યમંત્રીએ જાતે જઈને પાક નુકસાનીનું સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ.
Site Admin | નવેમ્બર 4, 2025 9:57 એ એમ (AM)
માવઠાગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે પહોંચીને મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતોને સધિયારો આપ્યો