69 મી રાજ્ય કક્ષાની શાળા રમતગમત મંડળ-SGFI થાંગ તા માર્શલ આર્ટની 17 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં ભાવનગરની લોકશાળા મણારનાં વિદ્યાર્થી મિલન મકવાણા અને દક્ષા મકવાણાએ રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આગામી દિવસોમાં તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શાળા તેમજ ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધારશે. આ સિવાયનાં ખેલાડીઓ વનિતા મકવાણા બીજા નંબર તેમજ પ્રાંજલ માલમ, કિંજલ ચૌહાણ, ધાર્મિક મકવાણા અને આશિષ જાંબુચાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 8, 2025 5:01 પી એમ(PM)
માર્શલ આર્ટની 17 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં ભાવનગરની લોકશાળા મણારનાં વિદ્યાર્થી મિલન મકવાણા અને દક્ષા મકવાણાએ રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો