રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર યાદી મુજબ, ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા 809 કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કૉરીડોરનું પણ પાંચ હજાર 576 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે.
આ કૉરિડોર અંતર્ગત 12 નવા હાઈસ્પીડ કૉરિડોર વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે રાજ્યના માર્ગોને આબોહવા અનુકુળ અને ટૅક્નોલૉજી-યુક્ત બનાવવા એક હજાર 147 કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે. તેમાંથી 271 કિલોમીટર લંબાઈમાં 20 કામ હાથ ધરાશે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)
માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવા સરકારનો નિર્ણય
