જુલાઇ 11, 2025 3:15 પી એમ(PM)

printer

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા બ્રિજ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસ..

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા બ્રિજ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવી છે. આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ, થાંભલાના સાંધા તૂટી જવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હોવાનું જણાયું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે આજે ગંભીરા બ્રિજ દુર્ઘટનાસ્થળની મુલાકાત દરમિયાન શ્રી પટેલે આ વાત કહી.

પ્રવક્તા મંત્રીએ કહ્યું, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા 30 દિવસમાં વિસ્તૃત અહેવાલ અપાશે.. તેના ટેક્નિકલ અને વહીવટી કારણ સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયા બાદ અન્ય નિર્ણય લેવાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.