માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ સ્તરની સમિતિ આગામી 30દિવસમાં વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો વિસ્તૃત અહેવાલ આપશે. સમિતિના પ્રાથમિક અહેવાલમુજબ, બ્રિજના સાંધા તૂટી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાયું છે. દુર્ઘટનાસ્થળનીમુલાકાત દરમિયાન માધ્યમોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વાત કહી.
શ્રી પટેલે કહ્યું, ટૅક્નિકલ અને વહીવટી કારણો સાથેનોતપાસ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા બાદ અન્ય નિર્ણયો લેવાશે.