જુલાઇ 17, 2025 10:27 એ એમ (AM)

printer

માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે મળે તેવી ટૂંક સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના રાજ્યમાં લાગુ થશે

ગુજરાતમાં ટૂંક જ સમયમાં “કેશલેસ સારવાર સહાય યોજના” લાગુ થશે, જેમાં માર્ગ અકસ્માત પીડિતને એક લાખ 50 હજાર રૂપીયા સુધીની સારવાર વિના મૂલ્યે મળશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. માર્ગ અકસ્માત ઘટડાવાના પગલાં સહિતની ચર્ચા માટે ગાંધીનગર ખાતે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની યોજાયેલી બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનારને “રાહવીર યોજના” હેઠળ 25 હજાર પુરસ્કાર એનાયત કરાશે, તેમ રોડ સેફ્ટી કમિશનર સતિશ પટેલે જણાવ્યું હતું.માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૪’ એનાયત કરતાં રાજ્યમાં અકસ્માત પ્રભાવિત 82 બ્લેકસ્પોટ પર ગત વર્ષે એક પણ અકસ્માત થયો નથી, તેમ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બેફામ અને ગફલત ભરી રીતે ચલાવનારા વાહનચાલકો સામે કડક હાથે કામગીરી કરવાની પણ મંત્રીએ સૂચના આપી હતી.