મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે નવ વાગે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનારા બેઠકમાં ગંભીર બ્રિજ દૂર્ઘટના બાદ બ્રિજના સર્વેની સમીક્ષા થશે.બિસમાર માર્ગો સંદર્ભે મુખ્યમંત્રીએ આપેલી સૂચના બાદ હાથ ધરાયેલા કામો પરનો અહેવાલ પણ આ બેઠકમાં રજૂ કરાશે. ચોમાસાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્યમાં વરસાદ તથા જળાશયોમાં થયેલા જળસંગ્રહની ચર્ચા પણ આ બેઠકમાં હાથ ધરાશે. રાજ્યમાં થયેલા ખરીફ વાવેતર તથા ખાતરની જરૂરીયાત સંદર્ભે પણ ચર્યા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ આ બેઠકમાં વિચારણા કરવામાં આવશે.
Site Admin | જુલાઇ 23, 2025 10:13 એ એમ (AM)
માર્ગની મરામત અને ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે ચર્ચા થશે